
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 480 પશુપાલક બહેનોને ₹9.10 કરોડની સહાય! આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે બનાસ ડેરી દ્વારા 12 દુધાળા પશુ સહાય યોજના હેઠળ વર્ષ 2023-24 ના 480 લાભાર્થીઓને ₹9.10 કરોડની સહાય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના હસ્તે ચેક વિતરણ કરીને આપવામાં આવી.
આ યોજના પશુપાલક બહેનોને આર્થિક સ્વાવલંબન આપવાનો અને દૂધ ઉત્પાદન વધારવાનો ઉમદા હેતુ ધરાવે છે. બનાસ ડેરી અને રાજ્ય સરકાર સહાય યોજનાઓ દ્વારા પશુપાલન ક્ષેત્રે સતત સમર્થન પૂરૂં પાડી રહી છે. "મહિલા એ માત્ર એક શબ્દ નથી, તે શક્તિ, સમર્પણ અને પ્રેરણાનો સ્નેહમય અહેસાસ છે." બનાસ ડેરી પરિવાર તમામ મહિલા પશુપાલકોને સલામ કરે છે, જેમની મહેનત અને સંકલ્પ સમાજ અને દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. - શંકરભાઈ ચૌધરી ચેરમેનશ્રી, બનાસ ડેરી