
બનાસ મેડિકલ કોલેજ, મોરીયા-પાલનપુર ખાતે દ્વિતીય સ્નાતક સમારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન. શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો.
2019 બેચના 170 MBBS વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી તબીબી ક્ષેત્રે યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવાઈ.
આ પ્રસંગે PG અભ્યાસક્રમો, કેન્સર-કિડની હોસ્પિટલ તથા સૈનિક સ્કૂલના નવા બિલ્ડિંગની જાહેરાત કરવામાં આવી. પશુપાલક પરિવારના વિદ્યાર્થીઓ માટે 50% ફી માફી તથા દર મહિને નિશુલ્ક OPD/IPD સેવાઓ જેવી વિવિધ આરોગ્યસિદ્ધ સુવિધાઓની માહિતી આપવામાં આવી.