
હવે, પાડી અને વાછરડીઓનો નિયંત્રિત જન્મ – બનાસ ડેરીનું ક્રાંતિકારી પગલું! માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન. ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ભારતમાં નિર્મિત પ્રથમ "સેક્સ સીમેન સોર્ટિંગ મશીન" નું દામા (ડીસા) ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ આધુનિક ટેકનોલોજી પશુપાલકો માટે નવા વિકલ્પો ઉભા કરશે, દૂધ ઉત્પાદનમાં વધારો કરશે, અને દેશના દુધ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચાડશે!