ખેતી માટે શ્રેષ્ઠ કુદરતી તાકાત: બ્રાઉન અમૃત (સ્લરી)

જમીનની ફળદ્રુપતા વધારવી હોય, પાકનું ઉત્પાદન વધારવું હોય અને ટકાઉ ખેતી કરવી હોય, તો બ્રાઉન અમૃત એ શ્રેષ્ઠ પસંદગી છે! બાયોગેસ પ્લાન્ટમાંથી મળતું આ 100% કુદરતી જૈવિક ખાતર જમીનના આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે.

કેમ પસંદ કરો બનાસ ડેરીની બ્રાઉન અમૃત (સ્લરી)? કાર્બનથી સમૃદ્ધ: જમીનમાં કાર્બન ઉમેરાય, જે માઇક્રોબાયલ પ્રવૃત્તિ વધારી પોષક તત્વોની ઉપલબ્ધતા વધારે. ભેજ સંગ્રહ ક્ષમતા વધે: માટી વધુ ભેજ ધરાવી શકે, એટલે ઓછા પાણીમાં પણ સારી ઉપજ. નિંદામણમુક્ત અને શુદ્ધ: છાણીયા ખાતર કરતાં વધુ સારી ગોળાઈ – શુદ્ધ અને પોષક તત્વોથી ભરપૂર. પોષક તત્વો વધુ ઉપલબ્ધ: પાક માટે મુખ્ય તથા ગૌણ પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ થાય. જમીન વધુ ફળદ્રુપ બને: સૂક્ષ્મજીવાણુઓ માટે અનુકૂળ વાતાવરણ બને, જેથી જમીનની કુદરતી તાકાત વધે.

કિંમત અને માત્રા: કિંમત: ₹0.35 / લિટર (ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગ) ઉપયોગ: 23,000 લિટર/એકર (બે ટેંકર) એક એકર માટે બે ટેંકર (5000 લિટર + 18,000 લિટર) પૂરતા થશે! હવે તમે પણ ટકાઉ અને વધુ ઉત્પાદનવાળી ખેતી તરફ આગળ વધો! સંપર્ક કરો 8980683875 અને આજે જ ઓર્ડર આપો!

Event Gallery