
માન. વિધાનસભા અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે બ્લોક C-Dનું લોકાર્પણ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર અને એડવાન્સ કાર્ડિયાક CT સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો.
હવે પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઝડપી અને વિશ્વસનીય આરોગ્યસેવા સરળતાથી ઉપલબ્ધ બનશે.
F બ્લોકનું લોકાર્પણ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે અને વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્ણ થયું. આ માત્ર ઈમારતોનું લોકાર્પણ નથી – આ છે આરોગ્યક્ષેત્રે એક સશક્ત અને વિશ્વાસભર્યું પગલું, જે સ્વસ્થ બનાસકાંઠા તરફ દોરી જશે.